એક પણ જે શબ્દ વચ્ચે બોલતાં નથી

0
95

એક પણ જે શબ્દ વચ્ચે બોલતાં નથી;
કોઈની એ વાતમાં પણ આવતાં નથી.

જાતને જાણે; ઉકેલે એટલે સહજ–
ટોળાં વચ્ચે ટોળાં જેવાં લાગતાં નથી.

આગવું અસ્તિત્વ પામ્યા હોય જે કોઈ–
ખુદ મહીં ખુદી સમાવી બેસતાં નથી.

જાગવું કે ઊંઘવું જે એક જાણે છે;
એક આસન પરથી ક્યારે ઊઠતાં નથી.

શબ્દનો દીવો થવાથી ઝળહળ્યું સકળ;
એટલે એકાન્તને ગણકારતા નથી.
—ગુણવંત ઉપાધ્યાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here