ખુલ્લી આંખેજ અંધાપાનો રાહી છું

0
94

ખુલ્લી આંખેજ અંધાપાનો રાહી છું , ક્યાં હું જિંદગીનો સાથ માંગુ છું
ભૂલથી છૂટેલ તારો તો મુસાફર છું , ક્યાં હું મુકદ્દરનો હાથ માંગુ છું

લાગ્યો તો છે ગળે ડૂમો સહજ જળ ના જ ટીપાંની જરા તો વાત માંડી છે
જિંદગીને જીવવાં બુંદનો વિચાર કર ,ક્યાં હું એ દરિયાની પ્યાસ માંગુ છું

જીવ્યો છું દર્પણોનાં પ્રતિબિંબની જેમ તો પણ કોણ છે હંમેશ મારામાં
આજ કૈંક પણ સંઘરું એ સંઘરાતું નથી ,ક્યાં હું પ્રેમમાં એ ચાહ માંગુ છું

આપણા સંબંધની બુઝતી કડીઓ શોધતાં હું એજ વૃક્ષે આવી ઉભો છું
એજ ભીની યાદમાં નાહકનું ભીંજાવું , ક્યાં હું સાંજનો વરસાદ માંગુ છું

કાંન માંડી સાંભળી લે શ્વાસમાં તું પાંગળેલી ને મેં પંપાળીતી પણ
સૂર્ય ડૂબી ગયા પછી હાજર જરૂર હોઈશ , ક્યાં હું શ્વાસનો વિશ્વાસ માંગુ છું

મુકુલ દવે ‘ચાતક’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here