ચાલીસી પછીની મારી જિંદગી….

0
111

ચાલીસી પછીની મારી જિંદગી….

….તને સલામ છે….

…ઉંમરની ચાડી ખાતા ચશ્મા પણ લેટેસ્ટ ફ્રેમથી નવો લુક આપે છે…

…વાળની સફેદીથી હું નિરાશ નથી…બર્ગન્ડી કલરનો ટચ નવી આભા ઉપસાવે છે…

….હા, ડાર્કસર્કલ્સ થોડા ઘેરા થયા છે ..પણ એથી કાજળનો કૈક ઓર ઉઠાવ આવે છે…

…..”જવાબદારીમાંથી નિવૃત્ત થયા પછી શું કરીશ?” આવું વિચારવાનો સમય જ તે ક્યાં આપ્યો?..

….સમજણ પણ પરિપક્વ થઈ છે. દ્રષ્ટિકોણે પણ જમાના સાથે તાલ મેળવ્યો છે…

….. “પંખીને પાંખો આવી અને ઉડી ગયા” ના અફસોસ ને બદલે ખુશી છે એમને ઉડવાને આસમાન આપ્યા ની…

…મને સંતોષ છે જવાબદારી ખૂબ સારી રીતે નિભાવ્યાનો..

…આજે પણ દર્પણમાં જોઈને એટલો જ આનંદ થાય છે જેટલો મુગ્ધાવસ્થા માં થતો…

….. ચંચળતા થી ઠહેરાવ સુધી લાવનાર…મારી પ્રૌઢાવસ્થા..

…તને સલામ છેઅજ્ઞાત (રચના કાર નુ નામ ખબર નથી પણ છે સરસ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here