જન્મના બે દિવસ પછી

0
83

બેટા…

જન્મના બે દિવસ પછી
તારા પાવન કદમ
મારા ઘરમાં પડ્યાના વાવડ મળ્યા
ચારે દિશા મહેકવા લાગી
ધરતી અને આકાશ તારી હાજરીની જાણે
સુરાવલીઓ રેલાવતા લાગ્યા.
હવા માં ઉઠતા તરંગો
તારા હોવાને જાણે મહેસુસ કરાવતા,
પણ બેટા…
એ દિવસોમાં એકજ કમી હતી
ફાંકાકસી ઘરના દરવાજે
દસ્તક દેતી.
ના મેં કોઈને મીઠાઈ વહેંચી
કે ના કોઈને પાર્ટી આપી.
ઘરમાં પહેલો શીલીંગ ફેન
દેવું કરી
તને મચ્છરથી બચાવવા ખરીદ્યો.
તારું ઘરમાં પધારવું
એટલે
ઈશ્વરનું જાણે ભક્તના દ્વારે આગમન
ચારે દિશાઓ થી વરસતો ઝરમર ઝરમર વરસાદ ….
ઈશ્વરે તારા આવતાં જ
ભાગ્ય બદલી નાખ્યું..
ગાડી – બંગલો, નામ – શોહરત પીછો કરતાં ..
સમયનાં આંગણે તુ વટ વૃક્ષ બનીને ઉભો
એક નો તને બે કર્યા
ધામધુમથી લગ્ન મહાલ્યા
બે ની હવે ચાર આંખો થઈ
પક્ષીને પાંખો ફૂટી
પણ..
બેટા ધ્યાન રાખજે
આપણા શહેરમાં હજી
વૃધ્ધાશ્રમ નથી ખુલ્યા….

#ચલ નાચ ફકીરા@

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here