જીતવાની બાજીમાં ક્યારેક હાર થાય છે.

0
102

જીતવાની બાજીમાં ક્યારેક હાર થાય છે.
કદી ના ધાર્યું હોય એની સાથે પ્યાર થાય છે.

એકબીજા પર આંખોથી પ્રહાર થાય છે.
કદી ના ધાર્યું હોય એની સાથે પ્યાર થાય છે.

સામસામે દિલની ધડકનોનો વ્યવહાર થાય છે.
કદી ના ધાર્યું હોય એની સાથે પ્યાર થાય છે.

પ્રિયજન માટે જ હરપળ શૃંગાર થાય છે.
કદી ના ધાર્યું હોય એની સાથે પ્યાર થાય છે.

તન મન એકબીજામાં એકાકાર થાય છે.
કદી ના ધાર્યું હોય એની સાથે પ્યાર થાય છે.

સાચા પ્રેમમાં ઈશનો સાક્ષાત્કાર થાય છે.
કદી ના ધાર્યું હોય એની સાથે પ્યાર થાય છે.

……………..ઘનશ્યામ ચૌહાણ(શ્યામ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here