નથી તું તો તારી અસર ક્યાંથી લાવું ?

0
143

નથી તું તો તારી અસર ક્યાંથી લાવું ?
તને તો હું તારા વગર ક્યાંથી લાવું ?

એ બારી, ઝરૂખો, એ આવન, એ જાવન,
એ તારી ગલી, એ શહર ક્યાંથી લાવું ?

એ મહેંદીની ખૂશ્બૂ, એ હોઠોની લાલી,
એ આંખો, એ કાતિલ નજર ક્યાંથી લાવું ?

એ વાતો ને વાતોમાં હસવું ને રડવું,
શરારત, શરમની સફર ક્યાંથી લાવું ?

હવાઓય રસ્તો બદલતી રહી છે,
હું લાવું તો તારા ખબર ક્યાંથી લાવું ?

‘નિનાદ’ એના એકજ ઈશારે લખાતી,
ગઝલ ક્યાંથી લાવું ? બહર ક્યાંથી લાવું ?

– નિનાદ અધ્યારુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here