નવી દિશા, નવો સૂરજ ઉગાડજે નવા વરસ

0
208

નવી દિશા, નવો સૂરજ ઉગાડજે નવા વરસ,
*નવી તરસ, નવોજ રસ જગાડજે નવા વરસ !

અશક્ય જેવાં શબ્દની તું બાદબાકીઓ કરી,
તું શક્યતાની બારીઓ ઉઘાડજે નવા વરસ.

ધનિકની સાઇકલિંગથી ઈંધણ બચે છે એટલું-
ગરીબની રોટલીમાં ઘી લગાડજે નવા વરસ !

તું મજબૂરી રૂપી એ ચર્મનો ખયાલ રાખજે,
સમયનો ઢોલ ધીમેથી વગાડજે નવા વરસ.

બધાંના હિતમાં સદા બધાંનું હિત રાખજે,
બધાંને સારા દિવસો દેખાડજે નવા વરસ !

જીવનનું ગીત છેડીને ‘નિનાદ’ જો રડી પડે,
ઘડીક સૂર તું જરા ઉપાડજે નવા વરસ.

– નિનાદ અધ્યારુ

*શ્રી હેમંતભાઈ કારીઆએ આપેલ મિસરા પરથી તરહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here