ભલે થાયે ને મુજ ઘરમાં નિધન મારૂં

0
88

ભલે થાયે ને મુજ ઘરમાં નિધન મારૂં
ન બેસે પાસ કોઈ મારી સ્વજન મારુ.

ગીતો હવે બૂલબૂલનાં સંભળાશે નહીં
હવે વેરાન થઈ જશે આ ચમન મારુ

દોસ્તો આવી ને કેહશે કે કઈંક તો બોલ
નથી સાંભળ્યું જેણે કોઈ દી રુદન મારુ

જેને કાજ કંકાસ હતો સૌ સ્વજન નો
હું ચાલ્યો છોડી ને આ સદન મારૂં

ખુલી આંખે રહ્યો જોતો કે એ આવશે
પ્રભુ જાણે કેમ થાશે એની સાથ મિલન મારૂં

દુઃખો દીધાં જેણે એ કોઈ પારકા નથી
હવે કઈંક બોલો કેવું છે દુખ સનમ મારુ

હું રહ્યો ખુશ જેની સાથ રહી વર્ષો સુધી
લેજો એ બાગ થી એક શ્રદ્ધા સુમન મારૂં

કાઢવો તો હતો તો જલ્દી કાઢો મને
મારી જીદ જેમ વધતું જશે વજન મારૂં

તુષાર મિસ્ત્રી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here