લાગણીનો મોર હોવો જોઈએ

0
46

લાગણીનો મોર હોવો જોઈએ,
શબ્દનો એક છોડ હોવો જોઈએ.

આંગળીના ટેરવે ઉગતો અહીં,
સૂર્ય રાતો ચોળ હોવો જોઇએ.

લાગણીનો જીતવાને જંગ આ,
ક્રિષ્ન જેવો ચોર હોવો જોઇએ.

મીઠડા લેવા ભ્રમર એ ફૂલનાં,
પ્રેમમાં મદહોશ હોવો જોઇએ.

આંખથી કાપી શકે છે જે પતંગ,
ભાવમાં એ દોર હોવો જોઇએ.

એ કહે છે એટલે હું ચૂપ છું,
ક્યાંક તો કલશોર હોવો જોઇએ.

ઝાલરું જ્યાં વાગતા મન રણઝણે
એ પ્રથમનો પ્હોર હોવો જોઈએ.

*કાજલ કાંજિયા “ફિઝા”*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here