શાંતાડીનો બાપો….

0
113

શાંતાડીનો બાપો….

‘અલ્યા રે’વા દે’
બિચારાને શીદને ધક્કા મારી
મંદિરના પગથીયાં ઉતારે છે…
એવુ તો શું કરી નાખ્યું કે…
માણસને તમે માણસ નથી સમજતા
મંદિરના પગથીયાં ઉપરથી તો જગન્નાથના
દર્શન કરતો હતો,
મંદિરે તો જાળીને તાળુ છે…
જમાનો સુધર્યો પણ તમે હજી
કુવામાંના દેડકા જ રહ્યા
બિચારો ગાંધીજી આખી જિંદગી લડ્યો
ઉચ્ચનીચ ના વાડા તોડવા
અને બાબા સાહેબ જેવા પણ થાકી ગયા
તોય તમે ના સુધર્યા,
હશે .. ..
પણ …
એટલી તો શરમ ભરવી હતી કે…
એ શાંતાડીનો બાપો છે..

#ચલ નાચ ફકીરા@

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here