શ્વાસ નું આવવું જવું રોજ નું થયું,

0
107

શ્વાસ નું આવવું જવું રોજ નું થયું,
દિલ એક હતું, ટુકડા માં કેટલું થયું?

તું હતી, ઉજાસ હતો ચારેતરફ મારી,
ગઈ તું એ પછી જ બધે અંધારું થયું.

સાવ નિર્જલ એ રણ માં ડોકાયું કોઈક,
મૃગજળ દૂર બધાને અંતે દેખાતું થયું.

આભલા ના તારલા ઝગમગી ગયા,
ને ચંદ્ર નું તેજ કેવું ખુબ ચમકતું થયું.

સુના પડ્યા મંઝિલ ના રસ્તા બધા,
મંઝિલે કેમ ના કોઈ પહોંચતું થયું?

~ધર્મેન્દ્ર સોલંકી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here