શ્વાસ સાથે મૃત્યુક્ષણોની રમત આદરી બેઠા

0
102

શ્વાસ સાથે મૃત્યુક્ષણોની રમત આદરી બેઠા
સમયચક્રના ચોકઠામાં એવા અંદર પેઠા.

સાવ નોખી, સાવ નકામી ફિલસૂફીની વાતો
ને કાને ધરી અમે સત્યનો સામનો કરવા બેઠા.

રાવણમાં પણ આવી ગઇ હોત ઇશ્વરત્ત્વની છાંટ
જો એણે પણ ચાખ્યા હોત બોર શબરીના એઠા.

માણસ જેવી જાતિ બીજી મળશે નહીં દુનિયામાં
જ્યાં જુઓ ત્યાં સ્નેહ, સંબંધનો તાગ મેળવવા બેઠા.

થાય છતા જો જગની સામે બચાવપ્રયુક્તિ શોધે
તે’દિ એના પગ સાથે મન પણ મંદિરમાં પેઠા.

છતાં ‘રંજ’ છે છોડ્યો નહીં જેણે એકે ખોટો સિક્કો
એના સત્ય, ઇમાનની વાતોને અમે સાચી સમજી બેઠા.
ડૉ. રંજન જોષી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here