સંવત ૨૦૭૪ને …

0
111

સંવત ૨૦૭૪ને …

આજની આ અભિનવ ઉષાએ,
આરંભાતા આદિત્યના અરૂણોદયે,
અંધારાં ઉલેચીએ સ્વ તણા ઉરનાં,
ભાવભર્યા એ સ્નેહની અમીદ્રષ્ટિથી.

પરસ્પર લાગણીના પ્રેમબંધન થકી,
ઉરે ઐક્યની હેતભરી ભાવના ધરી,
આત્મીયજન બની રહીએ સૌ તણા,
તો બની રહેવાનું આ નૂતન વર્ષ …

આપ તથા આપના આપ્તજનોને,
સુખમય અને આયુષ્યસભર …
આરોગ્યપ્રદ ને ઐશ્વર્યમય …
એજ અભ્યર્થના ને સંકલ્પ સહ.

વરસોવરસ મળવાના અહીં કૉલ દઈને,
સ્નેહસભર પાઠવશો ‘મૃદુ’ને અભિનંદન.

મહેન્દ્રકુમાર રમણભાઈ અમીન ‘મૃદુ’, સુરત (વીરસદ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here