સાવ સહેલું છે તને ચાહવું આમ તો

0
99

સાવ સહેલું છે તને ચાહવું આમ તો,
પણ અઘરું પડે છે તડપવું એ પછી.

છલકાઈ જાય આંખ માંથી સમંદર ને,
મોંઘુ પડે દરેક થી એને રોકવું એ પછી.

વિચારું ઘણી વાર તો એવું પણ વિચારું છું,
એક ફૂલ, અસંખ્ય ભ્રમર, કેમનું પામવું એ પછી.

રોજ આવી ને પૂછી જાય મને ઉદાસી મારી,
નહીં જ આવે એ, ક્યાં સુધી રડવું એ પછી.

ભરેલો જામ તો ઢોળી દઈએ પરંતુ બોલ,
ક્યાંથી, કોના દ્વારા, શેના થી ભરવું એ પછી.

~ધર્મેન્દ્ર સોલંકી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here